નર્મદા: દુનિયાની સૌથી વધુ ઉંચાઈ ધરાવતી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં તૈયાર થઈ રહી છે. કામ લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે ગુજરાતના કેવડિયામાં નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમથી માત્ર 3.32 કિલોમીટર દૂર આ વિશાળકાય પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે અનાવરણ કરશે. ચાર વર્ષ પહેલા શરૂ કરાયેલું સ્ટેચ્યું ઓફ યુનિટીનું કામ પૂર્ણ થવામાં છે. સરદાર પટેલની પ્રતિમાનું મુખારવિંદ લગાવી દેવાતા હવે લગભગ કામ પૂર્ણ થઈ ગયું છે. આ પ્રતિમાની ખાસમખાસ વિશેષતા એ છે કે તેની ઉંચાઈ 182 મીટર છે જે દુનિયામાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતી પ્રતિમા હશે.
2013માં નખાયો હતો પાયો
આ સ્મારકનો પાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે 31 ઓક્ટોબર, 2013ના રોજ સરદાર પટેલની 138મી વર્ષગાંઠના દિવસે નાખ્યો હતો. ગુજરાતના સીએમ હતા ત્યારે નરેન્દ્ર મોદીની ઇચ્છા હતી કે વલ્લભ ભાઇ પટેલની એવી મૂર્તિ બનાવવામાં આવે જે વર્લ્ડમાં સૌથી ઊંચી પ્રતિમા હોય.
સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બમણી ઊંચાઈ
જેને અમેરિકાની શાન ગણવામાં આવે છે તે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ઊંચાઈ 93 મીટર છે. આ ઉપરાંત હાલ જે દુનિયામાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતી પ્રતિમાનો રેકોર્ડ ધરાવે છે તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ચીનની સ્પ્રિંગ ટેમ્પલ છે. તેના પછી જાપાનની ઉશિકુ દાઈબુત્સુની 120 મીટરની પ્રતિમા છે. અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી 93 મીટર સાથે વિશ્વની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે. ત્યારબાદ ધ મધરલેન્ડ કોલ્સ કે જે રશિયામાં આવેલી છે. તેની ઊંચાઈ 85 મીટર છે. 36.6 મીટરની ઊંચાઈની સાથે બ્રાઝિલનું ક્રાઇસ્ટ ધ રીડીયર વિશ્વની પાંચમી સૌથી ઊંચી પ્રતિમા છે.
વિશાળકાય સ્ટેચ્યુ ઓફ યુનિટીને બનાવવા માટે આ સામગ્રીનો થયો ઉપયોગ
182 મીટર ઊંચાઈવાળા સ્ટેચ્યુ ઓફ યુનિટીને બનાવવામાં 75,000 ક્યુબિક મીટર ક્રોંકિટ, 24,200 મેટ્રિક ટન સ્ટીલ, 22,500 ટન તાંબાનું પતરૂ ઉપયોગમાં લેવાયું છે.
સરદાર પટેલની આ વિરાટ પ્રતિમાની આ છે ખાસિયતો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે